ગુજરાત
Trending

PAAS દ્વારા પાટીદાર અનામત આંદોલનને 7 વર્ષ પૂર્ણ થતા તિરંગા પદયાત્રાનું આયોજન,રાજકીય નેતા સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા

  • સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજે તિરંગા પદયાત્રા યોજાય
  • અનામત આંદોલન ના 7 વર્ષ થતા તિરંગા પદયાત્રા યોજાય
  • તમામ પક્ષ ના નેતા આ પદયાત્રા માં રહ્યા ઉપસ્થિત
  • ક્રાંતિ ચોક ખાતે થી સરદાર ચોક સુધી યોજાય તિરંગા પદયાત્રા

સુરતમાં(Surat)પાટીદાર અનામન આંદોલન ને સાત વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટીદાર(Patidar) તિરંગા પદયાત્રાનું (Tiranga Yatra) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી આ રેલીની અંદર સૌ પ્રથમ વખત એવા દ્રશ્યો સામે આવ્યા કે એક જ રેલી ની અંદર ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકર્તા સહિત શહેરના મહાનુભાવો જોડાયા હતા. રેલી ની અંદર અનેક રાજકીય પાર્ટીના આગેવાનો જોડાયા હતા.

28 ઓગસ્ટ ના રોજ ક્રાંતિ માટે પાટીદાર તિરંગા પદ યાત્રા યોજાઈ હતી
ગુજરાતમાં અનામત માટે થયેલા પાટીદાર આંદોલન ને 7 વર્ષ પૂર્ણ થતાં સુરત માં તિરંગા પદ યાત્રા યોજાઈ હતી.જેમાં હજારો ની સંખ્યા માં જનમેદની ઉમટી પડી હતી.સુરતના કિરણ ચોક ખાતેથી રેલી પ્રસ્થાન થઈ હતી.આ તિરંગા યાત્રા ની અગાઉ 25 ઓગસ્ટ ના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ તરીકે જાહેર કર્યો હતો તો પાટીદાર અનામત આંદોલન સમયે શહિદ થયેલા લોકો ના માન માં 26 ઓગસ્ટ ને શહિદ તરીકે જાહેર કર્યો હતો અને શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને 28 ઓગસ્ટ ના રોજ ક્રાંતિ માટે પાટીદાર તિરંગા પદ યાત્રા યોજાઈ હતી જેમાં ભાજપ ,કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પક્ષ ના કાર્યકર્તાઓ ,ધારાસભ્યો અને કોર્પોરેટર સહિત ના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર પદ યાત્રામા જોડાયા હતા.આ યાત્રા માં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.આ તિરંગા પદયાત્રા સવારે 9 કલાકે ક્રાંતિ ચોકથી શરુ થઇ હતી અને યોગીચોક, મહાવીર સર્કલ, મહારાણા પ્રતાપ ઉધાનથી કાપોદ્રા, હીરાબાગ થઈને માનગઢ ચોક સરદાર સરદાર પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. આ તિરંગા પદયાત્રામાં ગુજરાત ના તમામ પાસના કન્વીનરો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

 

ભાજપ ના ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પણ આ રેલીમાં જોડાયા હતા.
મહત્વની વસ્તુ એ પણ ધ્યાને આવ્યું કે ભાજપના પૂર્વ મંત્રી કુમાર ભાઈ કાનાણી અને બે ભાજપના ધારાસભ્યો વીડી ઝાલાવાડીયા અને પ્રવીણ ઘોઘારી પણ આ રેલીમાં જોવા મળ્યા હતા ત્યારે બીજી બાજુ વાત કરીએ તો આ રેલી માં શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ જોવા મળ્યા હતા અને પૂર્વ કોર્પોરેટરો પણ જોવા મળ્યા હતા અને વધુ માં વાત કરીએ તો હમણાં આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા અને કોર્પોરેટરો પણ આ રેલીમાં જોડાયા હતા.

રેલી દ્વારા પાટીદાર સમાજની એકતા બતાવવા માટેની શરૂઆત
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ટ્વિટ કરી અને જાણકારી આપી હતી કે આવનારી વિધાનસભા ઇલેક્શનની અંદર અનામત સમિતિ હેઠળ પાટીદારના 23 થી વધુ લોકો છે તે ઉમેદવારી નોંધાવશે અને આ બાબતે પાટીદાર નેતા એવા નરેશભાઈ અને બીજા આગેવાનો સાથે મીટીંગ પણ કરવામાં આવી છે અને સૂચનો પણ કરવામાં આવ્યા હતા એટલે કદાચ આ રેલીની અંદર દિનેશ બાંભણિયા પર જોડાયા હતા. આ રેલી દ્વારા પાટીદાર સમાજની એકતા બતાવવા માટેની શરૂઆત સુરતથી થઈ હોય તેવું લાગી રહ્યું છે.

પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવા માગ
ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદના પરિવારોના ન્યાય આપવાની તેમજ આંદોલન દરમિયાન જે પોલીસ કેસો થયા છે તે પાછા ખેચવા માટે આગામી દિવસોમાં અમે આ અંગે આગળ ની રણનીતિ જાહેર કરીશું.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button