રાષ્ટ્રીય
Trending

શિરડી સાંઈ બાબાના દર્શને જતાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 10 શ્રદ્ધાળુઓના કરુણ મોત- ‘ઓમ શાંતિ’

  • શિરડી દર્શને જતા મુસાફરોને નડ્યો અકસ્માત 
  • 10 મુસાફરોના મોત, 40 ઈજાગ્રસ્ત
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા

Nashik Truck-Bus Accident: મહારાષ્ટ્ર(Maharashtra)ના નાસિક-શિરડી હાઈવે(Nasik-Shirdi Highway) પર શુક્રવારે સવારે એક મોટો રોડ અકસ્માત(Accident) થયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત(10 people died) થયા છે જ્યારે 25 થી 30 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, નાસિક-શિરડી હાઈવે પર પથારે પાસે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નાશિક પોલીસના જણાવ્યા અનુસાર, સાંઈ બાબાના ભક્તોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાતા 10 લોકોના મોત થયા હતા અને 25 થી 30 જેટલા લોકો ઘાયલ થયા છે.

CM શિંદેએ તપાસના આદેશ આપ્યા:
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક-શિરડી હાઈવે પર બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે, મૃતકોના પરિવારોને 5 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

બસમાં સાઇબાબાના દર્શનાર્થીઓ સવાર હતા
મળતી માહિતી મુજબ આ દુર્ઘટના નાસિક-શિરડી હાઇવે પર થઇ હતી. બસ સાઇ બાબાના દર્શનાર્થીઓને લઈ જઈ રહી હતી. બસમાં 50 લોકો સવાર હતા. તેમાંથી 10 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

મુંબઈથી શિરડી આવી રહેલી ટુરિસ્ટ બસમાં કુલ 45 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. ઘાયલોને તાત્કાલિક નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાકની હાલત ગંભીર છે.

શ્રદ્ધાળુઓ અંબરનાથથી શિરડી જઈ રહ્યા હતા:
જણાવવામાં આવી રહ્યું છે કે બસ મુંબઈના અંબરનાથથી ભક્તોને દર્શન માટે શિરડી લઈ જઈ રહી હતી. આ અકસ્માત સિનાર-શિરડી હાઈવે પર પથારે ગામ પાસે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રકને ભારે નુકસાન થયું હતું. મૃતકોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે અને અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

 

વધુ વાંચો

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button