
અમરેલીના ખડ ખંભાલીયા ગામે આજે કરુણાંતિકા સામે આવી હતી. ખડ ખંભાલીયામાં રહેતા ખેત મજૂર પરિવાર મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો આ વેળાએ દૂર્ઘટના સર્જાઇ હતી. મજૂર પરિવારના સદસ્યો આગળ જતા રહ્યા હતા અને બાળકો પછાળ ચાલીને જતા હતા. આ દરમિયાન બાળકોના પગ લપસી જતા 3 બાળકો પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા. પગ લપસી જતા સર્જાયેલી આ ઘટના અંગે પરિવારજનોને જાણ ન થતાં બાળકો ડુબવા લાગ્યા હતા. ત્યારબાદ મજૂર પરિવારના સદસ્યને જાણ થતા તે પછાળ જોવા ગયા હતા. જ્યાં બાળકો ખાડામાં પડ્યા હોવાનું સામે આવતા દેકારો બોલી ગયો હતો. આથી એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઇ હતી. જેમાં 3 બાળકોનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.
ફરજ પરના ડોકટર મૃત જાહેર કર્યા
મૃતકોમાં નિલેશભાઈ માનસિંગ પારઘી(ઉ.વ. 10), સમીરભાઈ રાકેશભાઈ પારઘી( ઉ.વ. 5) અને મીનાક્ષીબેન રાકેશભાઈ પારઘી (ઉ.વ. 7) છે. મળતી વિગતો અનુસાર બાળકો રમતાં રમતાં પાણીના ખાડામાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો અને પરિવારજનોએ ત્રણેય બાળકોને બહાર કાઢી તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. જોકે ફરજ પરના ડોકટે મૃત જાહેર કર્યા હતા.
હોસ્પિટલમાં ગમગીનીભર્યો માહોલ
બાળકોના મૃત્યુથી આવતા પરિવાર માતમમાં ફેરવાયો છે. ભોગ બનનારનો પરિવાર રાજસ્થાનનો હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં અમરેલી તાલુકા પોલીસ અને સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્રણેય બાળકોના મોતથી માતા-પિતા હિબકે ચડતાં હોસ્પિટલમાં ગમગીનીભર્યો માહોલ છવાયો છે.
રમતાં-રમતાં બાળકો ડૂબી ગયા
બનાવ અંગે વાડીના માલિક હનુભાઈ વાળાએ જણાવ્યું છેકે, હું બહાર ગામ હતો. આ લોકો તેમના ઝૂંપડેથી આવતા હતા. ગામમાં ત્રણેય બાળકો પાછળ રહી ગયા હતાં અને રમતાં-રમતાં ડૂબી ગયા હતા. અને મને ગામના સરપંચે જાણ કરી એટલે હું ગયો અને હોસ્પિટલમાં લઈ આવ્યો છું.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ