
-
- બિઝ એક્સ્પો 2023 નું આરોગ્યમંત્રી ના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
- પ્રથમ દિવસે અંદાજે 25000 વિઝીટરો એ એક્સ્પો ની વિઝિટ
- બિઝ એક્સ્પો 2023 ની ઉધોગપતિ અને રાજકીય મહાનુભાવોની મુલાકાત
સુરત (Surat): લોકલવોકલ બિઝનેસ(Local Vocal Business) દ્વારા 7 જાન્યુઆરી ના રોજ સુરતના ન્યુ હેપીનેશ બેંકવેટ હોલ,વલથાણ પુણા કેનાલ રોડ ખાતે બિઝ એક્સ્પો 2023(Biz Expo 2023) નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.બે દિવસના આ એક્સ્પોનું પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં ભારતના કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા વર્ચુઅલી જોડાયા હતા, આ પ્રસંગે બિઝનેસમેનને સંબોધન કરતા જણાવ્યું હતું કે,”સુરતના નાના બિઝનેસમેનો એ દેશ માટે આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું એક્સપોમાં ભાગ લેનારને મનસુખભાઈએ પ્રોડક્ટની ગુણવતા બાબતે, આપણા દેશની પ્રોડક્ટની અન્ય દેશમાં ડિમાન્ડ ઉભી કઈ રીતે થઇ શકે તેમજ વધુમાં વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા બાબતે સુજાવો આપ્યા હતા.”
આ પ્રસંગે ગુજરાત રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી,દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા,શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ સુરત શહેરના નામાંકિત ઉદ્યોગપતિ અને રાજકીય મહાનુભાવો આ એક્ષપોનો ભાગ બન્યા હતા.
આ એક્સ્પોમાં પ્રથમ દિવસે સુરત અને આજુબાજુના શહેરોમાંથી અંદાજે 25000 જેટલા વિઝીટરો એ એક્સ્પો ની વિઝિટ લીધી.
આ એક્સ્પોમાં જવેલરી, ફ્રુડ પ્રોડક્ટ,ટ્રાવેલિંગ,સોલાર, એફએમજીસી, પ્રિન્ટિંગ, ફર્નીસીંગ,આઈટી વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા લોકલ વોકલ બિઝનેસના મેમ્બર અને નોન મેમ્બર દ્વારા 200 થી વધુ સભ્યોએ સ્ટોલ રાખી ભાગ લીધો છે. લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ સુરત ઉપરાંત વડોદરા, આણંદ, નડિયાદ, ભાવનગર,નાસિક,ઇન્દોર વગેરે શહેરોમાં કાર્યરત હોવાથી આ એક્સ્પોમાં અન્ય શહેરોમાંથી બાયર્સ અને વિઝીટર્સ એક્સ્પોની મુલાકાત લેવામાં આવશે.
વધુ વાંચો :
- લોકલ વોકલ બિઝનેસ દ્વારા 7,8 જાન્યુઆરીના રોજ બે દિવસીય એક્સપોનો આજથી પ્રારંભ
- શતાબ્દી મહોત્સવ: પ્રમુખ સ્વામીનગરમાં મહિલા દિનની ઉજવણી-નારી ઉત્કર્ષ મંડપમાં જોવા મળી મહિલા ઉત્કર્ષની ઝલક
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.