પોલિટિક્સગુજરાત
Trending

ગુજરાત ચૂંટણીને લઈ કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો,જાણો શું-શું કર્યાં વાયદા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા મતદારો અને રાજ્યના પ્રજાજનોને અનેક વચનો આપતો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતની ઉપસ્થિતિ વચ્ચે ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ દ્વારા વિધિવત્ત રીતે જાહેર કરવામાં આવ્યો છે.

હવે આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. આ મેનિફેસ્ટોમાં અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલા 8 વચનોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ખેડૂતાનો દેવા માફ કરવા, રૂ. 500માં ગેસ સિલિન્ડર આપવા, લોકોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવી સહિતના 8 વાયદાઓ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર કરાયો
કોંગ્રેસ દ્વારા આજે મેનિફેસ્ટો જાહેર કરાયો છે અને અશોક ગેહલોત મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ત્યારે મંચ પર રઘુ શર્મા, જગદીશ ઠાકોર,દીપક બાબરીયા,ભરતસિંહ સોલંકી,સિદ્ધાર્થ પટેલ,શક્તિસિંહ ગોહિલ,અર્જુન મોઢવાડીયા,પવન ખેરા,અમી યાજ્ઞિક, અમિત ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા છે.

કોંગ્રેસનું જનઘોષણા પત્ર 2022 વાંચવા માટે અહીં ક્લિક કરો

જનતાના પ્રશ્નોને વાચા આપી મેનિફેસ્ટો જાહેર કર્યો
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, જનતાના પ્રશ્નોને વાચા આપતા ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ 125 સીટથી સરકાર બનાવી રહી છે. દિપક બાબરીયા અને તેમની ટીમે અલગ અલગ જગ્યાએ ફરીને ઘોષણપત્ર તૈયાર કર્યું છે. પ્રજાએ ચર્ચા કરી તેના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. દિવસે દિવસે કોંગ્રેસ પલ્સ થઈ રહી છે.

રાજસ્થાનમાં ચૂંટણી જીતી મેનિફેસ્ટો કેબિનેટમાં મૂક્યો
અશોક ગેહલોતે મેનિફેસ્ટો જાહેર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી જીત્યા બાદ સરકાર બને તો નાગરિક અને સરકાર બંને વાયદા ભૂલી જાય છે. રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ કેબિનેટમાં મેનિફેસ્ટો મૂકવામાં આવ્યો હતો. આ રીતે જ ગુજરાતમાં વાયદા પૂરા કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું જનતાને પૂછીને મેનિફેસ્ટો બનાવો તેથી અમે તે પ્રમાણે કર્યું છે. સરકાર વિરોધી જે લહેર ચાલે છે, એમાં લોકોએ જોઈ લીધું છે. કોરોનામાં સરકાર નિષ્ફળ ગઈ હતી. મોરબીની ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. નિવૃત જજ પાસે તપાસ કરવામાં તકલીફ શું છે? સરકાર સામે સવાલો કરશે તો બીજી વાર ઘટના નહીં થાય.

 

ચૂંટણી ઢંઢેરાના મુખ્ય વાતો

  • ચૂંટણી ઢંઢેરામા રાહુલ ગાંધીના આઠ વચન છે કેન્દ્રસ્થાને
  • ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન પર પ્રતિબંધનો વાયદો
  • વર્તમાન શિક્ષણ ફી સ્થગિત કરી તાત્કાલીક ફીમાં ૨૦ ટકાનો કરાશે ઘટાડો
  • લમ્પીથી મૃત્યુ પામેલા ગૌમાતાના પાલકને વળતર-સહાય
  • પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમનનો વાયદો
  • વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટાચાર નિવારણ કાયદો લવાશે
  • પ્રથમ કેબિનેટમાં સરદાર સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવાનો વાયદો
  • વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ વધે તેવા પ્રયાસ હાથ ધરાશે
  • ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં શરત વિના ગટર, પાણી, વિજળીની સુવિધા
  • વસ્તી મુજબ શૌચાલયની વ્યવસ્થા
  • શિક્ષણ અને આરોગ્યના વ્યાપારીકરણ પર રોકનો વાયદો
  • પંચાયતના તમામ કર્મચારીઓ માટે કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી
  • કાયમી અનામત આયોગની રચનાનો વાયદો
  • વિધવા, વૃદ્ધ, એકલ નારી અને જરૂરિયાતમંદ મહિલાને મહિને રૂ.૨૦૦૦નું ભથ્થું
  • સિરામિક ઉદ્યોગ, કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર
  • બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચર અને બારમાસી બંદરોનો વિકાસ
  • મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે
  • ૧૦ લાખ યુવાનોને રોજગારી આપવાનો વાયદો
  • ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવુ માફ કરવાનો વાયદો
  • ૫૦૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો વાયદો
  • ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાનો વાયદો
  • કેજીથી પીજી સુધી ૨૦ હજાર રૂપિયાની શિષ્યવૃતિ

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

શિક્ષણ

– ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ, પ્રવર્તમાન શિક્ષણ ફી ને સ્થગિત કરી તાત્કાલિક ફી માં 20%નો ઘટાડો

પશુપાલન

લંપીથી મૃત્યુ પામેલી ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય- પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે

સૌને ઘરના ઘર

– ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાના

-ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા- વસ્તી મુજબ શૌચાલયોની વ્યવસ્થા

SC,ST,OBC, લઘુમતી

– વસ્તી ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં સમાજના લોકો માટે ભાજપે રદ કરેલ અનામત પુન: લાગુ કરાશે- ભરતીમાં ચડતા ક્રમથી અગ્રીમતી આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરાશે

પંચાયતી રાજ

– ભાજપે પંચાયતો પાસેથી છીનવેલ સત્તા, કાર્યો સુપરત કરાશે

– મનરેગામાં ભ્રષ્ટાચાર અટકાવી સમયસર ચૂકવણુ થાય માટે અગ્રીમતા અપાશે

મહિલા સુરક્ષા

– મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનાર છાત્રાઓને ફ્રી લેપટોપ

– આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરી

ખેડૂત

– દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવો- વરસાદી/કેનાલના પાણીથી ભરવાની યોજના

– કૃષિ ક્ષેત્ર -ખેડૂતના વિકાસને અગ્રિમતા અપાશે

માછીમાર

– માછીમારી પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો અપાશે- માછીમારોનું રૂ.૩ લાખ સુધીનું દેવુ માફ

પર્યાવરણ સુરક્ષા

– 5 વર્ષમાં રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા સઘન પગલા- તમામ નદીઓમાં પ્રદૂષણમુક્ત કરવા એક્શન પ્લાન

વ્યાપાર ઉદ્યોગ

– વીજળીના દર,પ્રોપર્ટી ટેક્સ, પરિવહન, ટોલટેક્સ, જીએસટી દર, રો-મટિરિયલ, રોયલ્ટી દર, વ્યાજદરોની સમીક્ષા કરાશે

– ઈન્ક્મ ટેક્સની મર્યાદામા પગાર/આવક ધરાવનારને વ્યવસાય વેરો માફ કરાશે

ઈન્ફ્રાસ્ટ્રક્ચર

– કૃષિ ક્ષેત્રે 25 વર્ષની જરૂરિયાતોનું આયોજન

– વીજળી ઉત્પન્ન કરી શકે માટે 2 KVની સોલર પેનલ સબ્સિડી

લોકશાહી

– બિલકીસ બાનુ કેસના આરોપીઓની સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની કાર્યવાહી કરાશે

મોંઘવારી

શિક્ષણ, આરોગ્યના વ્યાપારીકરણ પર રોક

નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં ૨૦ ટકાનો ઘટાડો

રોજગાર

– સરકારી નોકરીની ભરતીમાં થતી ગેરરીતિ અને વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓને રોકવા ભ્રષ્ટ્રાચાર નિવારણ કાયદો અને ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના

કલા-સંસ્કૃતિ-અસ્મિતા

– પ્રથમ કેબિનેટમાં જ સરદાર પટેલ સાહેબનું સન્માન પુન: સ્થાપિત કરવામાં આવશે

– મોટેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ કરાશે

– વહીવટી અને ન્યાયતંત્રમાં ગુજરાતી ભાષાનો ઉપયોદ વધે તે માટે પ્રયાસ

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button