ગુજરાત
Trending

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ના તમામ ગ્રામ પંચાયતના તમામ VCE દ્વારા વિધાનસભાના દંડક શ્રી રમેશ કટારા જીને રજૂઆત કરવામાં આવી

ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર સાહસિકો દ્વારા “સમાન કામ સમાન વેતન” અંતર્ગત દંડક રમેશભાઈ કટારા ને આવેદન આપ્યું.

કોમ્પ્યુટર સાહસિકોની માંગણી બાબતે દંડકે મુખ્યમંત્રીને ભલામણ પત્ર લખ્યો.

WhatsApp Image 2022 05 22 at 6.51.21 PM 1

કોમ્પ્યુટર સાહસિકો ગ્રામ પંચાયત માં ઇ ગ્રામ યોજના હેઠળ કામગીરી કરે છે. જેઓ દ્વારા સમાન કામ સમાન વેતન ની માંગણી માટે ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા ને રવિવારના રોજ આવેદનપત્ર આપ્યું હતું જે બાબતે દંડક દ્વારા મુખ્યમંત્રી ને ભલામણ પત્ર લખ્યો હતો.

WhatsApp Image 2022 05 22 at 6.51.21 PM

WhatsApp Image 2022 05 22 at 6.51.22 PM

ગુજરાત રાજ્યમાં ૧૩૦૦૦ જેટલા કોમ્પ્યુટર સાહસિકો ગ્રામ પંચાયતોમાં ઇ ગ્રામ યોજના હેઠળ કામગીરી કરે છે. જેઓએ પોતાની માંગણીઓ બાબતે રવિવારના રોજ દંડક અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવાયું હતું કે કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન પ્રથા લાગુ કરવામાં આવે, ૧૬ વર્ષથી ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ ને સરકારી લાભો આપવામાં આવે, કોરોના મહામારીમાં મરણ પામેલા કર્મચારીઓ ને આર્થિક સહાય આપવામાં આવે જે બાબતની માંગણીઓ સ્વીકારવા માટે રજૂઆત કરાઇ હતી. જે આવેદન અનુસંધાને ધારાસભ્ય રમેશભાઈ કટારાએ રાજ્યના કોમ્પ્યુટર સાહસિકોની માંગણીને ધ્યાને લઇ વહેલી તકે નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ભલામણ પત્ર લખ્યો હતો.

કિશોર ડબગર (રિપોર્ટર,દાહોદ)

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button