ગુજરાત

દર્શિતા નું અનેરું ટેલેન્ટ original lyrics લખવા માટે લાગે છે માત્ર 2 થી 3 minutes,વાંચો સમગ્ર વિગતો

દર્શિતા (Darshita) આ નામ નો અર્થ એવો થાય કે સાચો માર્ગ દર્શાવનાર ને ખરેખર જેવો આમના નામ નો અર્થ છે એવું જ એમનું કામ પણ તો જાણીએ કોણ છે આ.

દર્શિતા ઉપાધ્યાય (Darshita upadhyay)  નામ કઈક સાંભળ્યું હોય એવું લાગે છે હે ને લાગે જ ને આ એજ વ્યક્તિ છે જેના Passion and profession totally અલગ છે.

આમ ની વાત કરીએ તો 24 વર્ષ ની ઉમર માં તેમના 13 songs, 2 short films, 1 promotional movie ની સ્ક્રિપ્ટ YouTube પર ને News channel ની category માં poetry ને મોટીવેશન માટે ની સ્પીચ released છે. વધુ માં જણાવીએ તો એમની એક વેબ સીરીઝ આવી રહી છે મન મેળો જેમાં દર્શિતા(Darshita) એ ડાયલોગ ડિલિવરી કરી છે ને lyrics લખ્યા છે upcoming projects એમના ઘણા બધા છે. જેની હું તો આતુરતા થી રાહ જોવું જ છું પણ એમના જેટલા fans છે એ પણ જોવે જ છે. એમનાં માં એક અલગ ટેલેન્ટ એ છે કે એમને કોઈ પણ નવું original lyrics લખતા માત્ર ને માત્ર 2 થી 3 minutes થાય છે. ગજબ આવડત મૂકી છે કુદરત એ પણ, લોકો ને મે મહિનાઓ ના મહિનાઓ એક વસ્તુ પાછળ કામ કરતા જોયા છે જ્યારે આપણી દર્શિતા(Darshita) 2 થી  3 minutes માં original lyrics નો એક પ્રોજેક્ટ ને પુરો કરી ને સાઇડ માં મૂકી દે છે. એમની રોજિંદી જીવનશૈલી વિશે વાત કરું તો એ એક lyricists and writer તરીકે તો ઘણા famous છે જ પણ એ પોતે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માં ટોપ લેવલ ની પોસ્ટ માં ઓફિસર તરીકે નું કામ કરે છે. આપણા માટે ગર્વ ની વાત એ છે કે આપણા ગુજરાત ની દીકરી 24 વર્ષ ની ઉમર માં successful writer and lyricists ની સાથે સાથે મેડિકલ ક્ષેત્રે પણ એટલી જ આગળ છે.

એમની સાથે વધુ વાતચીત માં એમણે જણાવ્યું હતું કે એમને એમની લાઈફ માં દરેક સુખ દુઃખ ને ખુબ નજીક થી માણ્યું છે પણ હવે એમની ઇચ્છા છે કે તે આગળ ની લાઈફ ખૂબ જ ખુશ ને successful બની ને જીવે ને એ success પણ છે જે આપણે બધા જોઈ જ રહ્યા છીએ. વધુ માં જણાવતા એમના જે 13 songs released એના સિવાય એમના 18 songs upcoming છે મને લાગે છે આ છોકરી શાંત બેસે એમાં થી નથી. લોકો કહે છે ને દિન દો ગુની રાત ચો ગુની તરક્કી કરો મને લાગે છે કે આ દિન આઠ ગુની રાત સોલા ગુની તરક્કી કરે છે.

કઈક તો અલગ છે આ દર્શિતા (Darshita) માં તમે એને મળો ને તો એના પાસે થી તમને એક vibe મળે છે જે તમને પણ એક પોઝિટિવ ને સક્સેસ ના way સુધી લઈ જાય.

એક નિખાલસ ભાવ જોવા મળે છે એમના ચહેરા પર, દરેક ની મદદ કરનાર, ક્યારેય કોઈ attitude એમના માં દેખાયો નથી.

દર્શિતા (Darshita) ની ઈચ્છા છે કે એ તેની family ને દુનિયા ને દરેક ખુશી આપે. ને એ કરશે એની મને તો ખાતરી છે જ. આમ જ એમની તરક્કી પર આપણે બધા ને ગર્વ છે ને વિશ્વાસ છે કે આગળ પણ એ આપણા બધા ને ગર્વ કરાવતા રહશે.

આપ જીવનમાં ખુબ જ પ્રગતિ કરતા રહો એવી KalTak24 News ટીમ તરફ થી ખુબ ખુબ શુભેચ્છા.

વધુ વાંચો :

સાયન્સ ફિલ્ડ ની દર્શિતા ની સફળ લેખિકા અને સફળ ગીતકાર સુધી ની કહાની

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button