સૌથી મોટા સમાચાર: 10 દિવસ બાદ દેવાયત ખવડનું પોલીસ સમક્ષ સરેન્ડર,ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી પૂછપરછ

રાજકોટ: રાજકોટમાં મારામારી ગુનામાં છેલ્લા 9 દિવસથી ફરાર દેવાયત ખવડ (Devayat Khavad)ને લઇને મોટા સમાચાર આવ્યા છે. 7 ડિસેમ્બરના રોજ મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કર્યા બાદ ફરાર દેવાયત ખવડ આખરે પોલીસ સમક્ષ હાજર થયા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં દેવાયતની ધરપકડ કરવામાં આવી શકે છે.
મયુરસિંહ રાણાના પરિવારનો પીએમને પત્ર
દેયાયત ખવડની ધરપકડ કરવામાં નહીં આવતા હુમલાનો ભોગ બનેલા મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને ન્યાય અપાવવા માટે મદદ કરવા અનુરોધ કર્યો છે.
ધરપકડ પહેલા જ આગોતરા જામીનની અરજી કરી
છેલ્લા ઘણા દિવસોથી પોલીસ પકડથી દૂર દેવાયત ખવડે જામીન મળે નહી એ માટે પોલીસ દ્વારા એક સોગંદનામુ તૈયાર કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા એક તૈયાર કરવામાં આવેલા સોગંદનામામાં અલગ-અલગ અનેક ગુનાઓની માહિતી આપવામાં આવી છે. તેમજ અનેક વખત સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત ગંભીર ગુનાનો પણ ઉલ્લેખ કરાયો છે. જેમાં 2015માં ચોટીલા ખાતે મારામારીના ગુનામાં IPC 325 ફરિયાદ, 2015માં મૂળી પોલીસમાં હત્યાનો પ્રયાસ IPC 307 અને આર્મ એક્ટ હેઠળ ફરિયાદ, 2017માં સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસમાં આર્મ એક્ટ હેઠળ નોધાયેલા ગુનાનો ઉલ્લેખ છે. પોલીસ આ સોગંદનામુ 17 તારીખના રોજ જે સુનાવણી હાથ ધરાશે તેમાં રજૂ કરશે.
ક્ષત્રિય સમાજે કર્યો હોબાળો
લોક સાહિત્ય કાર દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા નામના યુવક ઉપર કરવામાં આવેલા હુમલામાં હજુ સુધી દેવાયત ખવડની ધરપકડ નહીં કરાતા ગઈકાલે ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનર ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા. દેવાયત ખવડની હજુ સુધી કેમ ધરપકડ કરવામાં નથી આવી તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ખુલાસો આપતા કહ્યું હતું કે, પોલીસની બધી ટીમો કામે લાગી ગઈ છે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ સહિતની ટીમો આરોપીને પકડવા દોડી રહી છે તેમજ દેવાયત ખવડની બેઠક સહિતની જગ્યાઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તેમજ સમગ્ર મામલે ગંભીરતાથી ન્યાયિક પૂર્ણ પગલા લેવામાં આવશે.
શનિવારે હાથ ધરાશે સુનાવણી
લોકસાહિત્ય દેવાયત ખવડ છેલ્લા કેટલાય દિવસથી એક મારામારીના ગુનામાં ફરાર ફરી રહ્યો છે ત્યારે ધરપકડથી બચવા માટે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી પરંતુ એ સુનાવણી આજે ટળી છે અને હવે આગામી 17 તારીખ અને શનિવારના રોજ ફરીથી જામીન અરજી પર ચુનાવણી હાથ ધરવામાં આવશે.
શું છે વિવાદ
તાજેતરમાં દેવાયત ખવડે પોતાના સાગરીત સાથે એક વ્યક્તિ સાથે જાહેરમાં મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા નામાના શખ્સને માર મારવામાં આવ્યો હતો અને તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB