ગુજરાત
Trending

સુરત નજીક અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોધાઈ 3.5ની તીવ્રતા

  • ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા 
  • સુરત-નવસારી નજીક હતું કેન્દ્રબિંદુ
  • રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.5ની ભૂકંપની તીવ્રતા 
  • ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ

ગુજરાતમાં ભૂકંપ(earthquake)ના આંચકા અનુભવાયા છે.વલસાડ શહેરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે 10.26 કલાકે 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 36 કિમી દૂર અને સુરતથી 61 કિમી દૂર જણાવવામાં આવી રહ્યું છે. જોકે, આ ભૂંકપને કારણે કોઇ નુકસાન કે જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

આ સમાચારને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ તરફથી પણ આ માહિતી ની પુષ્ટિ મળી છે.ભૂકંપનું કેન્દ્રબિંદુ દક્ષિણપૂર્વ સુરતથી 60 કિમી દૂર જમીનથી 7 કિમી દૂર હોવાનું કહેવાય છે.

 

વાતાવરણમાં આવતા ફેરફાર સહિત જમીનની નીચે આવેલી પ્લેટમાં આવતા ફેરફારને કારણે અથવા કેલીયા અને જૂજ ડેમમાં આ વખતે પાણીની આવક વધી છે તેને કારણે સંભવિત રીતે ભૂકંપના આંચકા હોવાનું અનુમાન ડીઝાસ્ટર દ્વારા સેવામાં આવી રહ્યું છે.

વાંસદા તાલુકામાં અવારનવાર ભૂકંપના હળવા આચકા અનુભવાતા હોય છે. દોઢ વર્ષ અગાઉ જ ગાંધીનગરથી સિસ્મોલોજીકલ સર્વેની ટીમ વાંસદાની મુલાકાતે આવી હતી અને ભૂકંપને લઇને રિચર્ચ કર્યું હતું, જોકે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળી શક્યું ન હતું.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button