ગુજરાત

ગરબામાં પાર્કિંગની સમસ્યા થશે તો આયોજકો મુકાશે મુશ્કેલીમાં, જાણો કયા કડક નિયમો લાગૂ કરવા માં આવશે…

અમદાવાદ(Ahmedabad):  શહેરમાં ગરબા પ્રેમીઓનો ક્રેઝ જોતા આયોજકો દ્વારા ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં ટ્રાફિકને નિયંત્રણમાં રાખવા માટે આયોજકોએ વિવિધ બાબતોનું ધ્યાન રાખવું ફરજિયાત થઈ ગયું છે. જેમકે ગરબા સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગનું આયોજન કરવું અને તેની દેખરેખ માટે ગાર્ડ્સ રાખવા વગેરે. તેમ છતા જો આ નિયમનું કડકાઈથી પાલન ન થયું અને ટ્રાફિક જામ થયો તો આયોજકો પર આકરા પગલાં પણ ભરવામાં આવી શકે છે તથા તેમનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. જાણો કયા કડક નિયમો પોલીસ દ્વારા લાદવામાં આવ્યા છે…

આયોજકોએ ટ્રાફિક અને સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે
ગરબાની મંજૂરી લેનારા આયોજકો માટે પોલીસે કડક નિયમો બનાવ્યા છે. તેણે ગરબા સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવા ટકોર કરાઈ છે. તથા પાર્ક કરતા સમયે હાલાકી ન સર્જાય એના માટે ખાસ ગાર્ડ નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. આની સાથે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ કવર થાય એવી રીતે આયોજકોએ CCTV કેમેરા લગાડવા પડશે. નોંધનીય છે કે ગરબા સ્થળ પર જે ગાર્ડ્સ છે તેમાં મહિલા અને પુરુષ બંને ફરજિયાત રાખવા પડશે.

નિયમોનું પાલન નહીં થાય તો લાઈસન્સ થશે રદ
અમદાવાદમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરાશે. તેવામાં પોલીસે આયોજકો સાથે બેઠક કરીને નિયમો અંગે ચર્ચા કરી હતી. તેવામાં ઉપરોક્ત નિયમનું યોગ્ય પાલન નહીં થાય તો આયોજકોના લાયસન્સ જપ્ત થવાની સાથે કડક કાર્યવાહી પણ થઈ શકે છે. નોંધનીય છે કે પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ આ અંગે કડકાઈથી પાલન થાયે એમ જણાવ્યું હતું.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Back to top button