ગુજરાતમનોરંજન
Trending

ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેની પાંચ વર્ષે તૂટી સગાઈ,ક્યાં કારણોસર તૂટ્યો સંબંધ ?

  • ગરબા ક્વિન કિંજલ દવેની સગાઇ તૂટી
  • સગાઇ તૂટતા ફેન્સને લાગ્યો મોટો ઝટકો
  • સાટા પદ્ધતિના કારણે કિંજલ દવેએ લીધું છૂટું

અમદાવાદ :ગુજરાતની જાણીતી સિંગર કિંજર દવે(kinjal dave)ના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. દેખાવમાં રૂપકડી એવી કિંજલનો અવાજ પણ ભારે સુરીલો છે.કિંજલ દવેની અખાત્રીજના શુભ મૂહુર્તમાં 18 એપ્રિલના રોજ લગભગ પાંચેક વર્ષ અગાઉ પોતાના બાળપણના મિત્ર અને મનીષ જોષીના પુત્ર પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે એકાએક તેઓની સગાઇ તૂટવાના સમાચાર વાયુવેગે પ્રસરાઇ રહ્યાં છે.સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. પવન જોશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.બીજી તરફ આ અંગે હજી સુધી કિંજલ દવેએ કોઇ અધિકારીક માહિતી આપી નથી.

famous gujarati singer kinjal dave break up engagement with pavan 2 - Trishul News Gujarati Kinjal Dave, કિંજર દવે

કિંજલ દવેએ પાંચ વર્ષ દરમિયાન ફિયાન્સ પવન જોશી સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિયાન્સની તમામ તસવીરો હટાવી દીધી. એટલુ જ નહિ, ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ પ્રાઈવેટ કર્યા હોવાની માહિતી સામે આવી છે.

ભાઇ આકાશની સગાઇ તૂટતા કિંજલની પણ સગાઇ તૂટી
સૂત્રો દ્વારા , કિંજલ દવે અને તેના ભાઇ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઇ કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે.

famous gujarati singer kinjal dave break up engagement with pavan 1 - Trishul News Gujarati Kinjal Dave, કિંજર દવે

આપણે જણાવી દઇએ કે,કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે. પાંચ વર્ષ પહેલા ચાહકોની આવી લાડલી કિંજલના સગાઈના સમાચાર મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે કિંજલની સગાઈ તેના બાળપણના મિત્ર એવા પવન જોશી સાથે થઈ હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે.

KINJAL%20DAVE%202

થોડા સમય અગાઉ કિંજલ અને પવન મિત્રો સાથે દુબઇ પણ ફરવા ગયેલા
કિંજલ દવે ગયા વર્ષે પવન જોષી તથા સિંગર ફ્રેન્ડ ઉર્વશી રાદડિયા (Urvashi Radadiya) અને અન્ય કેટલાક મિત્રો સાથે દુબઇ પણ ફરવા ગયેલી. એ સમયે કિંજલ દવેએ દુબઈની તસવીર પણ શેર કરી હતી. જેમાં સફેદ શર્ટ અને ડેનિમ તથા ગોગલ્સ પહેરીને કિંજલે શેર કરેલી તસવીરના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘તમારી કહાની જાતે લખો. આ મારો ટેસ્ટ છે’.

કિંજલ દવેના પિતા કે જેમનું નામ છે લલિતભાઇ દવે.કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા. તેઓ મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલબમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું. બાદથી કિંજલ દવેનો સિતારો બુલંદ નીકળ્યો.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button