સ્પોર્ટ્સવિશ્વ
Trending

INDvsPAK: T-20 World Cupમાં ભારતની વિકેટેથી જીત,કોહલીની આતશબાજી સામે પાકિસ્તાન પરાસ્ત

INDvsPAK, Match Highlights: T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટથી હરાવીને શાનદાર શરુઆત કરી છે. પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટ સામે ભારતે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. આજની મેચમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા મેચના હિરો સાબિત થયા હતા. વિરાટ કોહલીએ 82 રનની શાનદાર ઈનિંગ રમીને રનની આતબાજી સમાન બેટિંગ કરીને અણનમ રહ્યો હતો. આ સાથે હાર્દિક પંડ્યાએ પણ 37 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું હતું.

અર્શદીપ-હાર્દિકે ઝડપી 3-3 વિકેટ
મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવીને પાકિસ્તાની ખેલાડીઓને ઘૂંટણીયે પાડી દીધા હતા. ભારત વતી અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 3-3 વિકેટ ઝડપી હતી.

મોહમ્મદ શમી કાળ બનીને તૂટી પડ્યો
ઘણા ખેલાડીઓ આઉટ થયા બાદ એક તબક્કે તો એવું લાગતું હતું કે પાકિસ્તાન સસ્તામાં સમેટાઈ જશે અને સન્માનજનક સ્કોર સુધી પણ નહીં પહોંચી શકે પરંતુ મિડલ ઓર્ડરમાં રમવા આવેલા ઇફ્તિખાર અહમદે જબરદસ્ત હિટિંગથી ભારતને દબાણમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોહમ્મદ શમી કાળ બનીને તૂટી પડ્યો હતો અને ઘાતક બોલિંગ કરીને ઇફ્તિખાર અહેમદને 13મી ઓવરના બીજા બોલમાં આઉટ કરાવી નાખ્યો હતો. ઇફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રન બનાવ્યા હતા અને તેણે 4 છગ્ગા લગાવ્યાં હતા.

31 રનમાં ગુમાવી 4 વિકેટ
160 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડીયાને 8 રનમાં પહેલો ઝટકો મળ્યો હતો. નસીમ શાહે 4 રનમાં કેએલ રાહુલને આઉટ કરાવી નાખ્યો હતો. ત્યાર બાદ રમવા આવેલા કેપ્ટન રોહિત શર્માએ પણ ખાસ કંઈ ઉકાળ્યું નહોતું. પાક.બોલર હેરિસ રૌફે રોહિત શર્માએ 4 રનમાં આઉટ કરાવી નાખ્યો હતો ત્યાર બાદ સુર્યકુમાર યાદવ પણ સસ્તામાં આઉટ થઈ ગયો હતો. સુર્યકુમાર પછી આવેલા અક્ષર પટેલે પણ 2 રન બનાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. 31 રન સુધીમાં તો ચાર મોટી વિકેટ ગુમાવી દેતા ભારતના હાથમાંથી જીતની બાજી સરકી ગઈ હોવાનું ચોખ્ખું દેખાતું હતું.

હાર્દિક અને કોહલીએ બાજી સંભાળી
31 રનમાં ચાર વિકેટ પડી જતા ચિંતાનો વાદળો છવાયા હતા પરંતુ ત્યાર બાદ આવેલી હાર્દિક અને કોહલીની જોડીએ બાજી સંભાળી હતી અને 50 રનની ભાગીદારી કરી હતી.

છેલ્લી ઓવરનો રોમાંચ (6 બોલમાં 16 રન જીત માટે જરૂરી)
પ્રથમ બોલ: હાર્દિક પંડ્યા કેચ આઉટ
બીજો બોલ: દિનેશ કાર્તિકે 1 રન લીધો
ત્રીજો બોલ: વિરાટ કોહલીએ 2 રન લીધા
ચોથો બોલ: ફૂલ ટોસ બોલમાં વિરાટ કોહલીની સિક્સર, (નો બોલ)
પાંચમો બોલ: વાઈડ બોલ
છઠ્ઠો બોલ: વિરાટ કોહલીના સ્ટમ્પ પર બોલ વાગ્યો, 3 બાય રન
સાતમો બોલ: દિનેશ કાર્તિક સ્ટમ્પ આઉટ
આઠમો બોલ: વાઈડ બોલ
નવમો બોલ: રવિચંદ્રન અશ્વિને 1 રન બનાવ્યો

 

અમિત શાહે ટીમ ઈન્ડીયાને અભિનંદન આપ્યાં
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જીત બદલ ટીમ ઈન્ડીયાને અભિનંદન પાઠવ્યાં હતા. શાહે ટ્વિટ કરીને જણાવ્યું કે ટી20 વર્લ્ડ કપ શરુ કરવાનો એકદમ જોરદાર રસ્તો. વિરાટ કોહલીએ ખરેખર અદ્દભુત રમત. 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button