રાષ્ટ્રીય
Trending

દિવાળી પહેલા ખેડૂતો માટે સતત બીજા ખુશખબર, 6 રવિ પાકની MSPમાં થયો વધારો

સરકારે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ઘઉં, મસૂર, જવ અને ચણા સહિત અન્ય રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે.

રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો

ગઈકાલે, સોમવારે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નાણાં ટ્રાન્સફર કર્યા, સાથે જ આજે ખેડૂતોને દિવાળીની વધુ એક ભેટ આપવામાં આવી છે. સરકારે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે.

આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેબિનેટે ઘઉં, મસૂર, જવ અને ચણા સહિત અન્ય રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ઘઉંમાં 110 રૂપિયા, જવમાં 100 રૂપિયા, ચણામાં 105 રૂપિયા અને મસૂરમાં 500 રૂપિયાનો ક્વિન્ટલ દીઠ ભાવ વધારો કરવામાં આવ્યો છે.

9 ટકાના વધારાની માંગ હતી
જણાવી દઈએ કે, MSP સમિતિએ 6 રવિ પાક માટે MSP 9 ટકા સુધી વધારવાની ભલામણ કરી હતી. આ પછી, કૃષિ મંત્રાલયે પણ આ પાકો પર લઘુત્તમ ટેકાના ભાવ વધારવાની ભલામણ કરી હતી અને કેન્દ્રીય કેબિનેટે તેને મંજૂરી આપી હતી.

fare

ખેડૂતોની આવકમાં થશે વધારો
ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ્યથી સરકારે આ મોટું પગલું ભર્યું છે. એક અખબારી યાદીમાં જણાવાયું છે કે રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય 2018-19ના બજેટની જાહેરાતને પૂર્ણ કરવા માટે લેવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે MSP સમગ્ર ભારતમાં ઉત્પાદન ખર્ચ કરતાં 1.5 ગણો હશે. સરકારે કહ્યું કે તેનું રૂ. 11,040 કરોડનું નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ- પામ ઓઈલ (NMEO-OP) ખાદ્ય તેલનું સ્થાનિક ઉત્પાદન વધારવામાં અને આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. ઘઉંમાં MSP વધારવાની સાથે કઠોળની MSP વધવાથી ખેડૂતોને ઘણી રાહત થશે. સાથે જ એવું માનવામાં આવે છે કે કઠોળ પર એમએસપી આપીને દાળના ભાવમાં વધારો શક્ય છે.

MSP કેમ નક્કી કરાય છે?
કોઈ પણ પાકનું MSP નક્કી કરવું એટલા માટે જરૂરી હોય છે કારણ કે જેથી કરીને ખેડૂતોને કોઈ પણ ભોગે તે પાકના બદલામાં એક વ્યાજબી ન્યૂનતમ મૂલ્ય મળે. MSP ની જાહેરાત સરકાર તરફથી CACP ની ભલામણના આધારે વર્ષમાં બે વાર (રવિ અને ખરીફ) કરવામાં આવે છે. જ્યારે શેરડીનું MSP શેરડી આયોગ નક્કી કરે છે. 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button