ગુજરાત

ખેડાના માતરના ઉંઢેરા ગામમાં ગરબા રમી રહેલા લોકો પર ટોળાએ પથ્થરમારો કર્યો, બે પોલીસકર્મી ઘાયલ

  • તુળજા માતાના મંદિર પાસે ગરબા રમતા લોકો પર પથ્થરમારો
  • પોલીસ, LCB,SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
  • ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ખેડા : ગુજરાતમાં કોરોનાકાળના 2 વર્ષ બાદ નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓમાં પણ ગરબે ઘુમવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં અસામાજિક તત્ત્વોએ ખેડામાં ખેલૈયાઓના ખેલમાં ખલેલ ઉભી કરી. અસામાજિક તત્ત્વો દ્રારા રંગમાં ભંગ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગરબાની રમઝટ બરાબર જામી હતી એવા સમયે જ અચાનક ત્યાં અસામાજિક તત્ત્વોનું ટોળું બદઈરાદા સાથે ત્યાં ધસી આવ્યું અને કોઈ કંઈ સમજે એ પહેલાં જ ગરબે ઘૂમી રહેલાં લોકો પર પથ્થરમારો કરવા લાગ્યું. આ ઘટનાને પગલે ત્યાં દોડધામ મચી ગઈ.

જેમાં ગરબા રમવા બાબતે 150થી 200 લોકોના ટોળાનો હુમલો કર્યો હતો. તુળજા માતાના મંદિર પાસે ગરબા રમતા લોકો પર પથ્થરમારો થતા પોલીસ, LCB,SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમાં રેન્જ IG વી.ચંદ્રશેખર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. માતર પોલીસ મથકે 43 વિધર્મી લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. તથા 10 તોફાની લોકોની અટકાયત કરવામાં આવી છે.

પોલીસની હાજરીમાં કરાયો પથ્થરમારો
ઉલ્લેખનીય છે કે ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં પોલીસની હાજરીમાં પથ્થરમારો કરાયો છે. તથા પથ્થરમારામાં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા છે. તેમજ સ્થાનિકોએ જણાવ્યું છે કે અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હતો. DSP રાજેશ ગઢીયા, Dysp વિ.આર.બાજપાઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે ઘટનાસ્થળનું નિરિક્ષણ કરી રહ્યા છે.

પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ

નવરાત્રિના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ પથ્થરમારામાં 8થી 10 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. તથા ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

સાવલીમાં પણ પથ્થરમારો

ગુજરાતના વડોદરામાં ગરબા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના સાવલીની છે જ્યાં બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘણા લોકોની અટકાયત કરી હતી. સાથે જ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button