રાષ્ટ્રીય
Trending

વિવાહિતની જેમ જ અવિવાહિત મહિલાને પણ ઍબોર્શનનો અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે અપરિણીત મહિલાઓને ગર્ભપાતના અધિકારથી વંચિત રાખવું તે તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. કોર્ટ આ કાયદામાં ફેરફાર કરીને અપરિણીત મહિલાઓને પણ ગર્ભપાતની મંજૂરી આપવા વિચારણા કરશે. કોર્ટ મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ અને સંબંધિત નિયમોનું અર્થઘટન કરશે. તે નક્કી કરશે કે શું અપરિણીત મહિલાઓને 24 અઠવાડિયામાં ગર્ભપાત કરવાની મંજૂરી આપી શકાય કે નહીં.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારદીવાલાની બેન્ચે શુક્રવારે એક કેસની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. બેન્ચે કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સૉલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને આ પ્રક્રિયામાં કોર્ટને મદદ કરવા જણાવ્યું હતું.

ગર્ભપાત માટે ડોક્ટરની સલાહ જરૂરી છે

કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચુડે પુછ્યું હતું કે 24 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માટે અવિવાહિત મહિલાઓને કાયદામાં શા માટે સામેલ કરી શકાય નહીં. તેમણે સ્પષ્ટ કર્યુ કે ગર્ભપાત માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

મહિલાઓની વચ્ચે કોઈ ભેદ નહીં 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારતમાં અવિવાહિત મહિલાઓને MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે. ગર્ભપાતના કાયદામાં વિવાહિત કે અવિવાહિત મહિલાઓ વચ્ચે કોઈ જ ભેદ રાખવામાં આવ્યો નથી. આ સિવાય અદાલતે કહ્યું કે ગર્ભપાતના કારણોમાં વિવાહિત મેરિટલ રેપ પણ સામેલ છે. 

કાયદા બધા માટે સમાન: SC

બેન્ચે કહ્યું કે, ‘વિધાનમંડળનો ઈરાદો શું છે? તે ફક્ત ‘પતિ’ શબ્દનો ઉપયોગ નથી કરતાં. કાયદામાં પાર્ટનર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાયદો ફક્ત લગ્ન બાદ ગર્ભવતિ થનારી મહિલાઓ વિશે જ ચિંતિત નથી. કાયદો અવિવાહિત મહિલાઓની પણ ચિંતા કરે છે. જો વિવાહિત મહિલાઓને ગર્ભપાતની અનુમતિ છે તો અવિવાહિત મહિલાઓને તેનાથી બહાર રાખી શકાય નહીં. કાયદાકીય રીતે દરેક મહિલાઓના જીવનનું મહત્વ છે.

હવે મહિલાઓ પર શું અસર થશે? 
આ ચુકાદાનો સીધો અર્થ છે કે હવે અવિવાહિત મહિલાઓ ગર્ભ રહી ગયા બાદ 24 અઠવાડિયા સુધીમાં નિર્ણય લઈને ગર્ભપાત કરાવી શકશે. આ પહેલા આ અધિકાર વિવાહિત મહિલાઓને જ હતો. 

બાળકને જન્મ આપવો કે નહીં તે મહિલાનો હક 
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ પ્રજનનની સ્વાયત્તતા ગરિમા અને ગોપનિયતાના અધિકાર હેઠળ, એક અવિવાહિત મહિલાને પણ વિવાહિત મહિલાની માફક જ હક છે કે તે બાળકને જન્મ આપે કે નહીં 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button