ગુજરાત વિધાનસભા અને ગુજરાત પોસ્ટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ યુવા મૉડલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ શાળાના વિદ્યાર્થીઓ વિધાનસભા ગૃહમાં ચર્ચા કરશે. આ માટે વિદ્યાર્થીઓને જ વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, મંત્રી મંડળના સભ્યો તેમજ નેતા વિપક્ષ બનાવવામાં આવશે.
વિદ્યાર્થીઓની વિધાનસભામાં સૌથી વધુ 63 ધારાસભ્યો માત્ર અમદાવાદના છે. જ્યારે રાજકોટમાંથી 39 ધારાસભ્યો હશે. જ્યારે મહેસાણા, નડિયાદ અને આણંદમાંથી 1-1 ધારાસભ્યો રહેશે.
182 ચૂંટાયેલા વિદ્યાર્થીઓ વિધાનસભાનું કામકાજ સંભાળવા સજ્જ
વિધાનસભાના અધ્યક્ષના જણાવ્યા મુજબ, યુવાઓને લોકતંત્રની પ્રક્રિયા સમજાવવા માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું મુખ્ય હેતુ એ જાણવાનો છે કે, સરકાર કેવી રીતે કામ કરે છે, બજેટ કેવી રીતે બનાવે છે, તેની ચર્ચા કેવી રીતે થાય છે? વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 182 પસંદ કરેલા ધારાસભ્યો વિધાનસભા ચલાવવા માટે સજ્જ છે.
ઝાયડસ સ્કૂલનો વિદ્યાર્થી બનશે એક દિવસ માટે મુખ્યમંત્રી
‘યુવા મૉડલ એસેમ્બલી’માં ઝાયડસ સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતો રોહન રાવલ નામનો વિદ્યાર્થી એક દિવસ માટે મુખ્યમંત્રી બનશે. એક દિવસના મુખ્યમંત્રી બનવા માટે રોહને 6 પ્રકારના ઈન્ટર્વ્યૂ પાસ કરવા પડ્યા છે.
કેવું હશે એક દિવસનું મંત્રી મંડળ?
રોહન રાવલ- મુખ્યમંત્રી
મિશ્રી શાહ- વિધાનસભા અધ્યક્ષ
ગૌતમ દવે- વિપક્ષ નેતા
હર્ષ સાંઘાણી- કૃષિ મંત્રી
મનન ચાવડા- શિક્ષણ મંત્રી
યશ પટેલ- રમત-ગમત મંત્રી
કશિષ કાપડી- વન અને પર્યાવરણ મંત્રી
મેઘાવી દવે- કુટિર ઉદ્યોગ મંત્રી
હર્ષિલ રામાણી- આદિજાતિ વિકાસ મંત્રી
જય વ્યાસ- કાયદા મંત્રી
રાજન મારુ- ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી
નિલય ડગલી- શ્રમ અને રોજગાર મંત્રી
શ્રેયા પટેલ- મહિલા અને બાળ વિકાસ મંત્રી
સૃષ્ટિ નિહલાની- પેટ્રોલિયમ મંત્રી
યશસ્વી દેસાઈ- મત્સ્ય ઉદ્યોગ મંત્રી
પ્રિન્સ- સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી